શાપર(વેરાવળ) ગામની હદમાં 7 વર્ષના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર દીલીપ જવાહરલાલ સરોજ 20 વર્ષની સખત કેદની સજા ગોંડલની પોકસો અદાલત ફટકારી છે.

શાપર(વેરાવળ) ગામની હદમાં 7 વર્ષના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર દીલીપ જવાહરલાલ સરોજ 20 વર્ષની સખત કેદની સજા ગોંડલની પોકસો અદાલત ફટકારી છે.
સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનાર દીલીપ જવાહરલાલ સરોજ હાલ રહે પડવલા તાલુકો કોટડા સાંગાણી મુળ ઉત્તરપ્રદેશ નો રહેવાસી ને,હાલ રહે વેરાવળ,એના કૃત્ય માટે, 20 વર્ષની સખત કેદની સજા ગોંડલની પોકસો અદાલત ફટકારી છે.


આ કેસની ટુંકી હકીકત એવી છે કે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ)નજીકની હદમાં આવેલ મયુર કારખાના (પડવાલા જી.આઈ.ડી.સી.)માં નોકરી કરી ગુજરાન ચલાવવતા લક્ષ્‍મી બહાદુર નેપાળીનો સાત વર્ષનો માસુમ બાળક ગઈ તા.16/2/21ના રોજ રાત્રીના કલાક 8 થી સાડાઆઠ વાગ્યાના સમયે તેની ઓરડી પાસે રમતો હતો ત્યારે સજા પામનાર અને સદર ગુનાહીત કૃત્ય આચરનાર દીલીપે બાળકનું અપહરણ કરી દર્શન સ્ટોરેજ કારખાનાની ઓફીસમાં લઈ જઈ સુષ્ટિ વિરૂદ્ધનું ગુનાહીત કૃત્ય આચરેલ.

ત્યારબાદ ભોગબનનાર બાળકો તેના પિતાને આ બાબતે વાત કરતા આરોપી સામે ભારતીય દંડ સહીતાની કલમ 363,377 તથા પોકસો એકટની કલમ 6 મુજબનો ગુન્હો શાપર (વેરાવળ)પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. સદર ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી દિલીપ જવાહરલાલ સરોજની અટકાયત કરીઆ ગુન્હાનાં કામે ધરપકડ કરેલી. ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ધનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને કુલ 9 સાક્ષીઓને તપાસવામાં આવેલ સરકારી વકીલે ફરીયાદી ભોગ બનનાર બાળક, ડોકટર જયદીપભાઈ વાલજીભાઈ ભીમાણી, ડો.ઔહમ અમરદાસ દેસાણી, તપાસ કરનાર પીઆઈ સંજયસિંહ જાડેજા, અન્ય સંલગ્ન સાક્ષીઓનો અદાલતમાં પુરાવો નોંધાવેલ સરકારી વકીલે 7 વર્ષના બાળક પાસેથી કુનેહપુર્વક અને ધીરજપુર્વક સમગ્ર ઘટનાક્રમ પોકસો અદાલત સમક્ષ આવરી લેવામાં સફળતા મેળવેલ અને બનાવની સત્ય હકીકતને અદાલત સમક્ષ સમર્થનકારી પુરાવો મળેલ.આમ નામદાર અદાલતે મુખ્યત્વે ભોગબનનાર બાળકની જુબાની ફરીયાદી ફરીયાદીના પત્ની,ડોકટરો ,તપાસ કરનાર અધિકારી,ની જુબાનીને પુરાવામાં ગાહય રાખેલ તથા સરકારી વકીલે પોતાની ધારદાર તીક્ષ્‍ણ તેમજ અર્થસભર દલીલોમાં અદાલતને ભારપુર્વક જણાવેલ કે સદર ગુનાહીત કૃત્ય આચરનાર આરોપી દીલીપ સરોજે માઈન્ડમાં ક્રીમીનલ સાયકોલોજી ડેવલોપ કરી માસુમ બાળક સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરેલ છે ભુતકાળમાં અન્ય રાજયોમાં બનેલ આવા બનાવને કારણે માસુમ બાળકના માનસપટ પર ઘેરી અને ગંભીર અસર પહોંચી હોવાના દાખલા છે આવા ગંભીર ગુનાહીત કૃત્ય આચરનાર આરોપીને કયારેય માફ કરી શકાય નહી અન્યથા સમાજમાં ક્રીમીનલ સાયકોલોજી ધરાવતા વ્યકિતઓને પ્રોત્સાહન મળશે અને દેશ અને રાજયમાં વસતા માસુમ બાળકોની સલામતી જોખમાશે. હકીકતોને પોકસો અદાલતે લક્ષમાં રાખી આરોપી દીલીપ સરોજને ગુન્હામાં તકસીરવાન ઠરાવી પોકસો જજ વી.કે.પાઠકે 20 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. આકામમાં સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલા હતાં.

Comments

Popular posts from this blog

रायगढ़ अग्निहोत्र आश्रम में 90 वर्षों से निरंतर चल रहे अग्नि ष्टोम के 91वें वर्ष में मंगल प्रवेश।

ब्राह्मण बड़ी संख्या में बीजेपी को वोट और सपोर्ट करेंगे

मुख्य आयुक्त श्री अतुलभाई दीक्षित 250 वर्ष पुरानी गोकुलनाथजी हवेली का दौरा किया।